બોલીવુડમાં ફ્લોપ રહ્યા પછી ટીવી સિરિયલમાં નસીબ અજમાવવા પહોંચી ગયા હતા આ સિતારાઓ પંરતુ…

સામાન્ય રીતે બધા જ કલાકારોનું સ્વપ્ન હોય છે કે તે મોટા પડદે કામ કરી શકે, જો કે દરેક વ્યક્તિને નસીબ સાથ આપે તે જરૂરી નથી. આજ કારણ છે કે કેટલાક કલાકારો મોટા પડદા પર ચમકી ઉઠે છે અને કેટલાકને નાના પડદે કામ કરીને સંતોષ માનવો પડે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા સિતારાઓની વાત કરીશું જેઓ બોલિવૂડમાં ફ્લોપ થયા પછી નાના પડદે કામ કરવા લાગ્યા હતા.

વિવેક મુશરન:

ફિલ્મ સૌદાગરથી રાતોરાત સ્ટાર બનેલા વિવેકનો સિક્કો પણ બોલિવૂડમાં ટકી શક્યો નહીં. તેના પછી અભિનેતાને નાના પડદા તરફ વળવું પડ્યું. તમને જણાવી દઈએ કે આ પછી વિવેક ટીવી સિરિયલોમાં જોવા મળ્યો હતો. જેમાં મૈં માઈકે ચલી જાંગી તુમ દેખતે રહીયો જેવી સીરિયલ તેને કરી છે.

અપૂર્વ અગ્નિહોત્રી:

પરદેશ ફિલ્મમાં જોવા મળેલા અભિનેતા અપૂર્વાનું નસીબ તેને નાના પડદે લાવ્યું, હકીકતમાં, પરદેશ ફિલ્મ પછી, અપૂર્વાએ લાખો પ્રયત્નો કર્યા, પરંતુ તેને સફળતા મળી ન હતી. આ પછી તેઓ નાના પડદા તરફ આવી ગઈ હતી. અપૂર્વ, અનુપમા, બેપન્નાહ, જસી જેસા કોઈ નહીં, રાધા કી બેટિયન વગેરે ટીવી સિરિયલોમાં દેખાયા છે.

વત્સલ શેઠ:

‘ટારઝન: ધ વંડર કાર’ ફિલ્મમાં દેખાઈ ચૂકેલા વત્સલ શેઠ પણ સમય જતાં નાના પડદે આવી ગયા છે. વત્સલ ટીવી સિરિયલો એક હસીના થી અને યે રિશ્તે હૈ પ્યાર કે માં જોવા મળ્યા હતા.

નકુલ મહેતા:

અભિનેતા નકુલ મહેતાએ ફિલ્મ હાલ એ દિલ’ માં કામ કર્યું હતું પરંતુ આ ફિલ્મ બોક્સ ઑફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી નકુલે સમય બગાડ્યા વિના ટીવી સિરિયલોમાં કામ કરવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે ટીવી સિરિયલોમાં ઇશ્કબાઝ અને પ્યાર કા દર્દ હૈ મીઠા-મીઠામાં નકુલની સ્ટાઇલ બધાને યાદ આવે છે.