બેન્ક ધારકો એલર્ટ!! આ 11 એન્ડ્રોઇડ એપ તમારા બેંક એકાઉન્ટને કરી દેશે ખાલી, ભૂલથી પણ ઇન્સ્ટોલ ના કરતા નહીંતર…

સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે બેંક ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલ સતત સાયબર ક્રાઇમની વચ્ચે એવી ઘણી એપ આવી છે, જે તમારા બેંક ખાતાને થોડીક સેકંડમાં ખાલી કરી શકે છે. તમારી એક ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ખરેખર, ગૂગલ પ્લે સ્ટોર પર એવી ઘણી ખતરનાક Android એપ્લિકેશનો ઓળખી કાઢવામાં આવી છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે.

સાયબર સિક્યુરિટી રિસર્ચર ઝ્સ્કેલરના થ્રેટલેબઝના અહેવાલ મુજબ, કુલ 11 એપ્સની ઓળખ કરવામાં આવી છે જેનાથી બેન્કિંગ છેતરપિંડીની ઘટનાઓ થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એપ્સ અત્યાર સુધી 30,00 થી વધુ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જો તમે આમાંથી કોઈપણ એપ્લિકેશનો પણ ઇન્સ્ટોલ કરી છે, તો તે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી તરત જ તેને ડિલીટ કરી દેવી જોઈએ.

એક રિપોર્ટ અનુસાર આ જોકર મૈલવેઇર એક પ્રખ્યાત વેરિઅન્ટ છે, જે ફક્ત એન્ડ્રોઇડ ડિવાઇસીસ માટે બનાવવામાં આવ્યું છે. તે વપરાશકર્તાઓની જાસૂસી કરવા, મેસેજ અને એસએમએસ દ્વારા માહિતી ચોરી કરવા માટે રચાયેલ છે. જોકર મૈલવેઇરથી સંક્રમિત મોબાઇલથી બેંકમાં છેતરપિંડી કરવામાં આવે છે. આ ઉપરાંત, જોકર Android ચેતવણી સિસ્ટમ દ્વારા તમામ સૂચનાઓ માટે પરવાનગી મેળવવામાં આવી છે. જોકર મૈલવેઇર ટ્રાન્સલેશન ફ્રી, પીડીએપ કન્વર્ટર સ્કેનર, ડિલક્સ કીબોર્ડ દ્વારા ફોન પર પહોંચે છે. આ એપ્લિકેશન ખૂબ જ જોખમી છે.

આ ખતરનાક એપ્લિકેશનોની સૂચિ છે જેને તમારે હાલમાં જ ડિલીટ કરી દેવી જોઈએ…

 • 1.Free Affluent Message
 • 2.PDF Photo Scanner
 • 3.delux Keyboard
 • 4.Comply QR Scanner
 • 5.PDF Converter Scanner
 • 6.Font Style Keyboard
 • 7.Translate Free
 • 8.Saying Message
 • 9.Private Message
 • 10.Read Scanner
 • 11.Print Scanner