ના હોય !! બધાની વચ્ચે રવિના ટંડને એક છોકરીના માથામાં માર્યો હતો કાચનો ગ્લાસ, પછી છોકરીને તરત જ લઈ જવી પડી હતી હોસ્પિટલ, જાણો આખો મામલો

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને 90 ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો આપીને કરોડો લોકોના દિલો પર રાજ કર્યું હતું. જોકે આજે પણ રવીનાની સુંદરતા અકબંધ છે. જોકે આજે આપણે વર્ષ 2005 ની વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યારે રવિના ગુસ્સે થઈ ગઈ હતી અને એક છોકરીના માથા પર કાચનો ગ્લાસ મારી દીધો હતો અને તે કોઈ ફિલ્મનો સીન નહોતો.

ખરેખર, નિર્માતા રિતેશ સિધવાણીએ ન્યૂ યર પાર્ટી રાખી હતી. જ્યાં ઘણા બોલિવૂડ સ્ટાર હાજર રહ્યા હતા. રવિના ટંડન તેના પતિ અનિલ થદાની સાથે ત્યાં પહોંચી હતી. ત્યાર પછી ત્યાં એક મહિલાની એન્ટ્રી થઈ જેનું નામ નતાશા સિપ્પી હતું. નતાશા રવિનાના પતિની પૂર્વ પત્ની છે. નતાશાને જોઇને રવીનાનો મૂડ બગડ્યો હતો અને રવિનાએ પાર્ટીનું વાતાવરણ બગડે ન એટલા માટે નતાશાથી અંતર રાખ્યું હતું, પરંતુ નતાશા વારંવાર અનિલનું ધ્યાન પોતાની તરફ દોરવાનો પ્રયત્ન કરતી હતી.

આ દરમિયાન સવારના 4 વાગ્યા હતા. રવિનાએ વિચાર્યું કે જમ્યા પછી તે અહીંથી ઘરે જશે. રવિના તેના પતિ અનિલ માટે ખોરાક લેવા ગઈ હતી. તે પરત આવી ત્યારે તેણે જોયું કે નતાશા અનિલના પગ પાસે બેઠી છે. આ જોઈને રવિના એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે ટેબલ પર પડેલા વાઇનનો ગ્લાસ ઉપાડ્યો અને નતાશાના માથામાં માર્યો હતો. જેના લચી લોકો તાત્કાલિક નતાશાને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. બીજી બાજુ અનિલ પત્ની રવિના સાથે તેના ઘરે ભાગી ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે આ મામલો મીડિયા સુધી પહોંચ્યો ત્યારે પ્રેસના લોકોએ રવિનાને આ વિશે પૂછ્યું, રવિનાએ ખૂબ જ સ્માર્ટ જવાબ આપ્યો અને કહ્યું, ‘હું શું કહી શકું? વર્ષ 2005 પૂરું થયું, હવે આપણે 2006 તરફ ધ્યાન આપવું જોઈએ.

Site Footer