આવતા વર્ષે ચંદ્ર પર મોકલવા માં આવશે ચંદ્રયાન -3, પરંતુ આ વખતે કરવા માં આવ્યું મિશન માં આ મોટો બદલાવ

ભારત વર્ષ 2021 મા ચંદ્રયાન 3 ને લોન્ચ કરશે. ચંદ્રયાન -2 મિશન અસફળ રહ્યા પછી ચંદ્રયાન -3 મિશન ને શરૂ કરવા માં આવ્યું અને આ મિશન ની અંતર્ગત આવતા વર્ષે ચંદ્ર ની સપાટી પર ચંદ્ર યાન ને મોકલવા માં આવશે.  ચંદ્રયાન -3 ના મિશન ના વિશે જાણકારી આપતા અંતરિક્ષ વિભાગે રાજ્યમંત્રી ની જવાબદારી સંભાળી રહેલા જીતેન્દ્રસિંહ એ કીધું ચંદ્રયાન -3 ને ઓર્બિટર નથી, માત્ર લેન્ડર અને રોવર નો ભાગ હશે. ચંદ્રયાન -3 ની લોન્ચિંગ 2021 ની શરૂઆત માં થશે. આ ચંદ્રયાન -2 નવી પિટિશન જેવું હશે. જેમાં એની જેમ જ લેન્ડર અને રોવર હશે. પરંતુ ચંદ્ર યાન -3 મા ઓર્બિટર નહીં હોય.

વર્ષ 2019 ના જુલાઈ મહિના માં ચંદ્રયાન -2 ને લોન્ચ કરવા માં આવ્યું હતું. આ મિશન ની અંતર્ગત લેન્ડ રોવર ને ચાંદ ના દક્ષીણ ધ્રુવ પર ઉતરવા નું હતું. પરંતુ આ મિશન સફળ ન થઈ શક્યું અને છેલ્લા સમય માં રોવર ની ક્રેશ લેન્ડિંગ થઈ. જેના કારણે આ મિશન અધૂરું રહી ગયું. જોકે એનો ઓર્બિટર યોગ્ય રીતે સ્થાપિત થઈ ગયો હતો. અત્યારે પણ કામ કરી રહ્યો છે અને મહત્વપૂર્ણ ડેટા મોકલી રહ્યો છે. જેના કારણે ચંદ્રયાન -3 માં ઓર્બિટર ને નથી જોડવા માં આવ્યું.

કોરોના વાયરસ ની પડી અસર

ચંદ્રયાન -2 ના અસફળ થયા પછી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) એ આ વર્ષ ના અંત સુધી ચંદ્રયાન -3 ને મોકલવા ની યોજના બનાવી હતી. પરંતુ કોરોના વાયરસ ના કારણે આ મિશન પર પણ અસર પડ્યો અને હવે આ મિશન વર્ષ 2021 માં કરવા માં આવશે.

ચંદ્રયાન -1 મિશન ને કર્યું યાદ

કેન્દ્રીય મંત્રી એ ચંદ્રયાન -1 મિશન ને યાદ કરતા કીધું કે વર્ષ 2008 માં લોંચ કરવા માં આવેલું ચંદ્રયાન -1 પહેલો ચંદ્ર અભિયાન હતો. અને ચંદ્ર પર પાણી હોવાના વિશે દુનિયા ને બતાવ્યું હતું. ચંદ્રયાન -1 થી મળેલા ડેટા થી ખબર પડી હતી કે ચંદ્ર ના ધ્રુવો પર પાણી છે. જેના કારણે આજે દુનિયાભર ના વૈજ્ઞાનિક એના ઉપર શોધ કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી એ બતાવ્યું કે ભારત પોતાનો પહેલો માનવ અંતરિક્ષ અભિયાન ગગનયાન ની પણ તૈયારીઓ માં લાગેલો છે. એના માટે પ્રશિક્ષણ તેમજ અન્ય પ્રક્રિયાઓ ને પરિણામ આપવા માં આવ્યું છે. કોવિડ -19 ના કારણે એમાં કેટલીક મુશ્કેલીઓ આવી છે, પરંતુ સંપૂર્ણ પ્રયત્ન છે કે પહેલાં નક્કી કરેલા સમય ના પ્રમાણે 2022 ની આસપાસ એને પરિણામ સુધી પહોંચાડી શકાય.

Site Footer