ફટકડી નો આ ઉપાય કરી દેશે માલામાલ, જીવનની દરેક પરેશાનીઓથી મળશે છુટકારો…

દોસ્તો રસોડાની ઘણી વસ્તુઓ વાસ્તુ સંબંધિત ખામીઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. વાસ્તવમાં ફટકડી સાથે જોડાયેલી કેટલીક વાસ્તુ ટિપ્સ છે જે વાસ્તુ દોષોને તો અટકાવે છે, પરંતુ આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે ફટકડીનો ઉપયોગ કરીને વાસ્તુ દોષોને કેવી રીતે દૂર કરી શકાય છે.

જો પરિવારના સભ્યોની આવકમાં સતત ઘટાડો થતો હોય અથવા આર્થિક પ્રગતિમાં કોઈ પ્રકારનો અવરોધ આવતો હોય તો આર્થિક લાભ અને આર્થિક પ્રગતિ માટે પાણીમાં ફટકડી નાખીને સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે.

જો ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે ઘરના કોઈપણ ખૂણામાં એક વાટકીમાં ફટકડીના થોડા ટુકડા મૂકી દો. ત્યારબાદ તેને એવી જગ્યાએ રાખી લો, જેથી દરેક વ્યક્તિ તેને જોઈ શકે તેમજ સમય સમય પર તેને બદલતા રહો. ફટકડીના આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે.

જો ધંધામાં આર્થિક નુકસાન થતું હોય તો ફટકડીના કેટલાક ટુકડાને લાલ કપડામાં બાંધીને મુખ્ય દ્વાર પર લટકાવી દો. આ ઉપાયથી ધંધામાં આર્થિક લાભની શરૂઆત થશે.

જો તમે દેવાના બોજથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો સિંદૂરમાં ફટકડી મિક્સ કરીને તેને સોપારીમાં લપેટી લો. આ પછી તેને કોઈપણ બુધવારે પીપળના ઝાડ નીચે રાખો. આમ કરવાથી જલ્દી જ દેવાનો બોજ હળવો થઈ જશે.