સાક્ષીની હાજરીમાં છોકરીએ એમ.એસ.ધોનીને કર્યું પ્રપોઝ, કંઈક આવી રીતે કહી દિલની વાત….

ચેન્નાઈ સુપર કિંગ્સના વર્તમાન કેપ્ટન એમએસ ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોય, પરંતુ ચાહકોમાં તેમના માટેનો ક્રેઝ ઓછો થયો નથી. ભારત સહિત વિશ્વભરના લોકોએ માહી પર પ્રેમ વરસાવ્યો છે. તેનું કારણ માત્ર ધોનીની અપાર સફળતા જ નથી, પરંતુ તેનો સ્વભાવ પણ લોકોને પસંદ છે.

‘કેપ્ટન કૂલ’ મહેન્દ્ર સિંહ ધોનીની ફીમેલ ફેન ફોલોઇંગ પણ ઘણી વધારે છે. આનો જીવંત પુરાવો ઘણીવાર જોવા મળે છે. આવું જ કંઈક IPL 2018 દરમિયાન જોવા મળ્યું હતું, જ્યારે એક છોકરીએ માહી વિશે ખુલ્લેઆમ પોતાના દિલની વાત કહી હતી.

IPL 2018 દરમિયાન જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની મેચ ચાલી રહી હતી, ત્યારે MS ધોનીની પત્ની સાક્ષી સિંહ ધોની પણ સ્ટેડિયમમાં હાજર હતી. આ હોવા છતાં માહીની મહિલા ચાહક ઇઝહર-એ-ઇશ્કથી પોતાને રોકી શકી નહોતી.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ દરમિયાન એક અજાણી છોકરીએ એક પ્લેકાર્ડ બતાવ્યું હતું, જેમાં લખ્યું હતું કે, ‘માફ કરજો મારા ભાવિ જીવનસાથી, પરંતુ એમએસ ધોની હંમેશા મારો પહેલો પ્રેમ રહેશે. આઈ લવ યુ માહી.

એમએસ ધોનીની આ મહિલા ચાહકની તસવીર સોશિયલ મીડિયા પર વધુ વાયરલ થઈ રહી છે. આઇસીસી પણ આ ‘લવ અફેયર’ શેર કરતા પોતાને રોકી શક્યું નથી. ટ્વિટર પર ચાહકોએ આ તસવીર પર ઘણી પ્રતિક્રિયાઓ આપી છે.