હોલમાર્ક વગરનું સોનું અસલી છે કે નકલી, આ રીતે સરળતાથી કરી લો ચેક… વાંચી લો આ લેખ…

દોસ્તો ઉપભોક્તા હવે તેમની બિન-હોલમાર્કવાળી સોનાની જ્વેલરીની શુદ્ધતા માટે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) માન્યતા પ્રાપ્ત પરીક્ષણ સુવિધાઓ પર તપાસ કરાવી શકે છે.

શુક્રવારે એક સરકારી નિવેદનમાં આ વિશે માહિતી આપતાં કહેવામાં આવ્યું હતું કે, ‘4 સોનાના ઘરેણાંના ટેસ્ટિંગની ફી 200 રૂપિયા છે. જ્યારે 5 કે તેથી વધુ જ્વેલરી માટે, ફી રૂ. 45 પ્રતિ યુનિટ છે.’ ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે ફરજિયાત હોલમાર્કિંગ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ 3 લાખ સોનાની વસ્તુઓને HUID (હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન) સાથે પ્રમાણિત કરવામાં આવે છે.

BIS એ હવે એક જોગવાઈ કરી છે કે ‘સામાન્ય ઉપભોક્તાને તેની/તેણીના અનહોલમાર્કેડ સોનાના દાગીના BIS-મંજૂર કરાયેલા કોઈપણ એસેઈંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર્સ (AHC) પર શુદ્ધતા માટે પરીક્ષણ કરાવવાની મંજૂરી આપે છે. તેના આધારે સામાન્ય ઉપભોક્તા અને ગ્રાહકને ટેસ્ટ રિપોર્ટ પૂરો પાડવો જોઈએ.

નિવેદન અનુસાર, “ગ્રાહકને જારી કરાયેલ ટેસ્ટ રિપોર્ટ ગ્રાહકને તેની જ્વેલરીની શુદ્ધતા વિશે ખાતરી આપશે અને જો ગ્રાહક તેની પાસે પડેલી જ્વેલરીને વેચવા માંગતો હોય તો પણ તે ઉપયોગી થશે.” ઉપભોક્તા દ્વારા ખરીદેલ HUID નંબર સાથે હોલમાર્ક કરેલ. સોનાના દાગીનાની પ્રામાણિકતા અને શુદ્ધતા પણ BIS કેર એપ – ‘વેરીફાઈ HUID’ નો ઉપયોગ કરીને ચકાસી શકાય છે જે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.