સમાપ્ત થઈ ગઈ હતી આ ખેલાડીની IPL કારકિર્દી? પછી કોહલીના એક ફોન કોલથી બદલાઈ ગયું જીવન…

ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ની શાનદાર ઇનિંગના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2021 ની 43 મી મેચમાં રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવી હતી. RCB ના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 149 રન બનાવ્યા હતા. જોકે લક્ષ્યનો પીછો કરતા આરસીબી ટીમે મેક્સવેલના 30 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 50 રનની મદદથી 17.1 ઓવરમાં ત્રણ વિકેટે 153 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

રાજસ્થાન તરફથી મુસ્તફિઝુર રહેમાને બે વિકેટ લીધી હતી. આ જીત સાથે RCB 11 પોઇન્ટ સાથે સાત મેચ જીતીને 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આ મેચમાં ગ્લેન મેક્સવેલે ફરી એક વખત RCB તરફથી ટીમ માટે મેચ પૂરી કરી અને 30 બોલમાં 50 રન બનાવ્યા અને ટીમને સરળતાથી વિજયના માર્ગ પર લઇ ગયો હતો. ગ્લેન મેક્સવેલના આગમન સાથે RCB ની ટીમ હવે બદલાઈ ગઈ હોય તેમ લાગે છે અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રાયન લારાએ RCB માં મેક્સવેલનો સમાવેશ કરવાનો શ્રેય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આપ્યો છે. આ વર્ષની IPL માં RCB માટે બધું સારું ચાલી રહ્યું છે.

બ્રાયન લારાએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, ‘ગ્લેન મેક્સવેલ વર્ષ 2019 અને 2020 માં ખૂબ ખરાબ ફોર્મમાં હતો. એવું લાગતું હતું કે તેની આઈપીએલ કારકિર્દી પૂરી થઈ જશે. હું એક માણસનું નામ આપવા માંગુ છું અને તે છે વિરાટ કોહલી. શું તમે કલ્પના કરી શકો છો કે વિરાટ કોહલીએ ગ્લેન મેક્સવેલને RCB ટીમમાં આવવા માટે બોલાવ્યો હતો અને મને ખાતરી છે કે એકલાએ જ તેના ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો કર્યો હશે.

હર્ષલ પટેલ ટીમ માટે સતત વિકેટ લેતા આવ્યા છે અને ચહલે પણ યુએઈ જઈને ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. મેક્સવેલ પણ ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે અને કેપ્ટન કોહલી અને દેવદત્ત પડિકલની જોડી ટીમને સારી શરૂઆત અપાવવામાં નિપુણ છે. ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે મેક્સવેલ વિશે કહ્યું હતું કે, ‘મેક્સવેલ પાસે પ્રતિભાનો અભાવ નથી, પરંતુ કેટલીક વખત તે પોતાના દિમાગનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જાય છે અને અમુક વખતે તે સંજોગો અનુસાર રમી શકતો નથી.