કિડનીને સાફ કરી દેશે આ લેમન ડ્રીંક, આ સમયે પી લેશો તો ક્યારેય ખરાબ નહિ થાય કિડની…

દોસ્તો કિડની લોહીને સાફ કરવા અને શરીરમાંથી ઝેર દૂર કરવાનું કામ કરે છે પરંતુ ક્યારેક આ ઝેર કિડનીને નુકસાન પહોંચાડે છે અને કિડની ફેલ થઈ જાય છે. જોકે દરરોજ એક ડ્રીંક પીવાથી તમે તમારી કિડનીને સાફ કરી શકો છો અને કિડનીને થતા નુકસાનને અટકાવી શકો છો. તો ચાલો આપણે આ ડ્રીંક વિશે જાણીએ.

હાર્વર્ડના એક રિપોર્ટ અનુસાર, દરરોજ 2 લીંબુનો રસ પીવાથી યુરિન સાઇટ્રેટ વધે છે અને કિડનીમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. તે જ સમયે, જે લોકો દરરોજ 2 થી 2.5 લિટર પેશાબ કરે છે, તેઓને કિડનીમાં પથરી થવાની સંભાવના ઓછી હોય છે. વળી તમે આ ડ્રીંક સવારે અને બપોરે પી શકો છો.

1. મિન્ટ લેમોનેડ

એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ, ફુદીનાના પાન અને થોડી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો અને પછી આ કિડની હેલ્ધી ડ્રિંકનું સેવન કરો.

2. મસાલા લેમન સોડા

એક ગ્લાસમાં લીંબુનો રસ, જીરું-ધાણા પાવડર, ચાટ મસાલો અને સોડાને સારી રીતે મિક્સ કરો. તમારી કિડની માટે હેલ્ધી ડ્રિંક તૈયાર છે.

3. નારિયેળ શિકંજી

આ હેલ્ધી કિડની ડ્રિંક બનાવવા માટે એક ગ્લાસમાં નારિયેળ પાણી ઉમેરો. આ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો.