મુકેશ અંબાણી ની બહેન નીના કોઠારી લાઇમલાઇટ થી દૂર રહે છે, આ મોટી કંપનીઓ ને સંભાળે છે

મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના માલિક છે અને ઘણીવાર તે અને તેનો પરિવાર હેડલાઇન્સ માં રહે છે. જોકે,મુકેશ અંબાણી ની બહેન વિશે બહુ ઓછા લોકો જાણે છે. મુકેશ અંબાણી ની બહેન મીડિયા થી દૂર રહેવા નું પસંદ કરે છે, તેથી તે અંબાણી પરિવાર ના સભ્ય હોવા છતાં પણ તે હેડલાઇન્સ માં રહેતી નથી. અંબાણી ની બહેન નું નામ નીના કોઠારી છે, જે મુંબઈ માં રહે છે.

નીના કોઠારી એ એચ.સી.કોઠારી ગ્રુપ ના અધ્યક્ષ ભદ્રશ્યામ કોઠારી સાથે લગ્ન કર્યા છે. જો કે, 2015 માં, ભદ્રશ્યામ નું કેન્સર ને કારણે મૃત્યુ થયું હતું. પતિ ભદ્રશ્યામ કોઠારી ના અવસાન પછી નીના પરિવાર નો ધંધો સંભાળી રહી છે. તે કોઠારી સુગર મિલ્સ ની માલિક છે.

નીના કોઠારી ને એક પુત્રી નયનતારા અને પુત્ર અર્જુન કોઠારી છે. નયનતારા એ વર્ષ 2012 માં લગ્ન કર્યાં હતાં. જ્યારે તેમના પુત્ર ના લગ્ન વર્ષ 2019 માં આનંદિતા કોઠારી સાથે થયા હતા. મુકેશ અંબાણી તેની ભત્રીજી નયનતારા ના લગ્ન ની પ્રી-વેડિંગ એન્ટિલીયા ના ઘરે આપી હતી. કોઠારી ગ્રુપ ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે અર્જુન સુગર મિલ્સ, પેટ્રોલિયમ બિઝનેસ અને કેમિકલ બિઝનેસ સંભાળી રહ્યા છે.

નીના કોઠારી તેની મોટી ભાભી નીતા અંબાણી ની ખૂબ નજીક છે અને તેમની પણ ખૂબ જ ગાઢ મિત્રતા છે. નીતા અંબાણી સિવાય નીના કોઠારી બીજી ભાભી ટીના ને પણ ખૂબ પ્રેમ કરે છે.

58 વર્ષીય નીના કોઠારી પોતાનો ધંધો ખૂબ સારી રીતે સંભાળી રહી છે અને દેશ ના પ્રખ્યાત ઉદ્યોગપતિ માં જાણીતી છે. જ્યારે મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે ભાઈઓ ની કુટુંબ ની સંપત્તિ ને લઈને વિવાદ શરૂ થયો હતો. નીના અને તેની બહેન દીપ્તિ દ્વારા તેમની સંપત્તિ માથી કોઈ ભાગ લેવા માં આવ્યો ન હતો. પિતા ની સંપત્તિ ને લઈને તેના ભાઈઓ વચ્ચે ના વિવાદ ને સમાપ્ત કરવા માં નીના એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

નીના તેના બંને ભાઈઓ ના પરિવાર સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે અને તેઓ ઘણીવાર એક બીજા ના ઘરે આવે છે.

Site Footer