સુંદરતા માં નીતા અંબાણી થી ઓછી નથી એમની થવા વાળી વહુ રાધિકા, સ્ટાઈલ ની આગળ ફિક્કી છે અભિનેત્રીઓ

મુકેશ અંબાણી ભારત ના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. તેમનો અંબાણી પરિવાર પણ આ દેશ નો સૌથી ધનિક પરિવાર છે. જે રીતે ફિલ્મ સ્ટાર્સ ની હંમેશા ચર્ચા કરવા માં આવે છે, તે જ રીતે તેમના પરિવાર ની પણ ઘણીવાર ચર્ચા કરવા માં આવે છે.

મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી જ નહીં, પરંતુ તેમની પુત્રી ઇશા અંબાણી અને પુત્રવધૂ શ્લોકા અંબાણી પણ હંમેશા હેડલાઇન્સ માં રહે છે. વર્ષ 2018 અને 2019 માં આ પરિવાર ના બે લગ્ન થયા હતા. આ બંને લગ્ન તેમની ભવ્ય યોજના ને કારણે જોવા યોગ્ય હતા. ઇશા અને આકાશ આ બંને લગ્ન માં, એ ચહેરો જે આ બંને પ્રસંગો પર દરેક નું ધ્યાન આકર્ષિત કરતો હતો તે રાધિકા મર્ચન્ટ હતી.

એવું કહેવા માં આવી રહ્યું છે કે રાધિકા ખૂબ જ ટૂંક સમય માં અંબાણી પરિવાર ની પુત્રવધૂ બનવા જઈ રહી છે. રાધિકા મર્ચન્ટ સોશિયલ મીડિયા માં પણ ખૂબ લોકપ્રિય છે. રાધિકા તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ ને કારણે તેના ચાહકો એને વધુ જાણે છે. નીતા અંબાણી જે રીતે કિંમતી ઝવેરાત ને પેહરે છે, તેનો પણ આ જ શોખ છે. તેણે દાગીના નો ભવ્ય સંગ્રહ તેની સાથે રાખ્યો છે.

રાધિકા મર્ચન્ટે તેની જીવનશૈલી નીતા અંબાણી ની મોટી લક્ઝરી જેવી જ રાખી છે. જ્યારે તે ઇશા અંબાણી અને આકાશ અંબાણી ના લગ્ન માં જોવા મળી હતી, ત્યારે તે બંને લગ્ન માં જુદા જુદા ઝવેરાત પહેરેલી જોવા મળી હતી, જે ખૂબ મોંઘા હતા. એવા પણ ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે ઇશા અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંને એક જ પ્રકાર ના જ્વેલરી પહેરેલી જોવા મળે છે.

જ્યાં સુધી તેની સ્ટાઇલ અને સુંદરતા ની વાત છે તો રાધિકા મર્ચન્ટ આ મામલે બોલીવુડ ની અભિનેત્રીઓ ને પણ માત આપતી નજરે પડે છે. આકાશ અંબાણી એ શ્લોકા મહેતા સાથે ભવ્ય લગ્ન કર્યા હતા. તે સમય દરમિયાન દરેક ની નજર રાધિકા મર્ચન્ટ પર હતી.

માત્ર તેના જવેલરી જ નહીં, પરંતુ તેની ડ્રેસિંગ સ્ટાઇલ પણ તેણે દરેક ને પોતાની તરફ આકર્ષિત કરી. રાધિકા મર્ચન્ટ આ લગ્ન સમારોહ માં ડિઝાઇનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલો નારંગી રંગ નો લહેંગા પહેરેલી જોવા મળી હતી. તેણે તેની સાથે ગોલ્ડન પોલ્કા ડોટેડ ચોલી પહેરી હતી. ડાયમંડ નેકલેસ અને મેચિંગ ઇયરિંગ્સ તેમની સુંદરતા માં ઉમેરો કરતી હતી.

અનંત અને રાધિકા ના હજી લગ્ન થયા નથી. તેમ છતાં, રાધિકા મર્ચન્ટ પહેલા થી જ અંબાણી પરિવાર ના સભ્ય તરીકે જાણીતી થઈ ગઈ છે. તે હંમેશા પરિવાર સાથે જોવા મળે છે. કોઈ પણ ઇવેન્ટ હોય, પાર્ટી હોય કે હોલીડે, રાધિકા અંબાણી પરિવાર સાથે જોવા મળે છે. હંમેશા અંબાણી પરિવાર સાથે હાજર રહેવા છતાં અનંત અંબાણી સાથે તેમના લગ્ન અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવા માં આવી નથી.

જ્યારે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા સ્ટોપ પાર્ટી કરી રહ્યા હતા, ત્યારે પહેલીવાર ખબર પડી કે રાધિકા અનંત ની ગર્લફ્રેન્ડ હતી. શાહરૂખ ખાન આ પાર્ટી ને હોસ્ટ કરી રહ્યો હતો. તેણે મજાક માં અનંત અંબાણી ને તેની ગર્લફ્રેન્ડ વિશે પૂછ્યું. અનંતે ત્યારબાદ બધા ની સામે રાધિકા નું નામ લીધું. ત્યારબાદ થી સ્પષ્ટ થઈ ગયું હતું કે રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર ની નાની પુત્રવધૂ બનશે.

રાધિકા મર્ચન્ટ પણ એક વ્યવસાયિક પરિવાર થી સંબંધિત છે. રાધિકા નો પરિવાર મૂળ ગુજરાત ના કચ્છ નો છે, જે હવે મુંબઇ માં સ્થાયી થયો છે. રાધિકા મર્ચન્ટે ન્યૂયોર્ક યુનિવર્સિટી માંથી પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સ માં ગ્રેજ્યુએશન ની ડિગ્રી મેળવી છે. તે હાલ માં તેના પરિવાર ના વ્યવસાય માં સામેલ થઈ છે.

તે સામાજિક કાર્ય પણ કરે છે. સામાજિક કાર્ય માં તેમની મોટી ભાગીદારી છે. રાધિકા મર્ચન્ટ લાઈમલાઈટ થી દૂર રહેવા નું પસંદ કરે છે.

Site Footer