પૌહા અને ઓટ્સ નો ચેવડો : હેલ્થી નાસ્તો

સ્વસ્થ માટે ખુબ જ લાભકારી ઓટસ અને પોહા ચેવડામાં આયન ની માત્રા હોય છે ( બ્લડ પ્રેશરને નિયંત્રિત કરશે અને હૃદયનું આરોગ્ય જાળવશે અને લોહીનું કોલેસ્ટ્રોલ ઘટાડશે)

તો ચલો આ સ્વાસ્થ્ય માટે સારો અને બધા જ નાસ્તા માં ખાઈ શકે તેવો ચેવડો બનાવીએ

સામગ્રી

 • 1 કપ  ઓટ્સ (સિમ્પલ)
 • 1/2 કપ પૌહા
 • 2 ટીસ્પૂન તેલ
 • 1/4 ટીસ્પૂન રાઈ
 • 2 લીલા મરચા
 • 6 થી 8 લીમડા ના પત્તા
 • એક ચપટી હિંગ
 • ૧/૨ ટીસ્પૂન હળદર પાવડર
 • ૧/4 કપ શેકેલા ચણાની દાળ ( દાડીયા )
 • ૩ થી ૪ ખાખરા (તોડી લેવા)
 • સ્વાદ પ્રમાણે મીઠું ,
 • 1 ટીસ્પૂન પાઉડર ખાંડ

બનાવવાની રીત

1. એક પેન માં ઓટ્સ ને લેશો અને તેને શેકાવા દેશો, 5 મિનીટ મીડીયમ ફ્લેમ પર શેકી લેશો એટલે થોડા ક્રિસ્પી થઇ જશે, તેને બાઉલ માં કથી લેશો

2.હવે સામગ્રી મુજબ જ પૌહા લેશો અને તે ને પણ 5 મિનીટ મીડીયમ ફ્લેમ પર શેકી લેશો, પૌહા થઇ જાય ત્યારે તેને બાઉલ માં કાઢી લેશો

3.હવે પેન માં 2 ચમચી તેલ લેશો, તેમાં રાઈ, મીઠા લીમડા ના પાન, લીલા મરચા, હિંગ અને હળદર નાખી શેકી લેશો

4.પૌહા અને ઓટ્સ ને ઉમેરી લેશો અને ઉપર થી શેકેલા દાડીયા ઉમેરશો

5. હવે તમે ખાખરા ને ઉમેરી લેશો

6. મીઠું અને ખાંડ ઉપર થી ઉમેરશો

7. સારી રીતે મિક્ષ કરી લેશો અને 2 મિનીટ સુધી મીડીયમ ફ્લેમ પર રાખશો

તેમજ તમે ચેવડા માં મગફળી અને ડ્રાય ફ્રુટ પણ એડ કરી શકો છો

Site Footer