ટીમ ઈન્ડિયામાં આવવા માટે તલપાપડ થઇ રહ્યા હતા આ દમદાર ઓપનર, કરે છે રોહિત-રાહુલની જેમ બેટિંગ…

દોસ્તો ભારતના સ્ટાર ઓપનર બેટ્સમેન કેએલ રાહુલે તાજેતરના ભૂતકાળમાં ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ વિનિંગ ઈનિંગ્સ રમી છે. તેણે દુનિયાના દરેક ખૂણે રન બનાવ્યા છે. રાહુલે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેઓ ઝડપી ઈનિંગ્સ રમવા માટે જાણીતો છે અને તેની બેટિંગ માટે બધા દિવાના છે. અત્યારે રાહુલની રોહિત શર્માની જોડી ત્રણેય ફોર્મેટમાં હિટ છે. જલદી જ રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા ત્રણ મજબૂત ઓપનર ટીમ ઈન્ડિયામાં આવવા માટે ઉત્સુક છે.

1. મુરલી વિજય

મુરલી વિજય એક સમયે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમનો નંબર વન ઓપનર હતો, પરંતુ ખરાબ ફોર્મના કારણે આ સ્ટાર ઓપનરને ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. તે છેલ્લા 3 વર્ષથી ભારતની ટેસ્ટ ટીમની બહાર ચાલી રહ્યો છે. મુરલીએ 2008માં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારતીય ટીમની 61 ટેસ્ટ મેચોમાં 3982 રન બનાવ્યા છે. મુરલી વિજય 37 વર્ષનો થઈ ગયો છે, આટલી ઉંમરે ઘણા ક્રિકેટરો નિવૃત્તિ લઈ લે છે. આવી સ્થિતિમાં તેની ટેસ્ટ કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે.

2. પૃથ્વી શો

રોહિત શર્માની ગેરહાજરીમાં પૃથ્વી શૉએ ભારતીય ટીમમાં ઓપનરની જવાબદારી ખૂબ જ શાનદાર રીતે નિભાવી છે. શૉએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ આ બેટ્સમેન છેલ્લા એક વર્ષથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર ચાલી રહ્યો છે. કેએલ રાહુલને ટેસ્ટ ટીમમાં કાયમી સ્થાન મળવાથી શોની વાપસી ઘણી મુશ્કેલ બની ગઈ છે. પૃથ્વી તેના ખરાબ ફોર્મના કારણે ટીમમાં અને બહાર રહ્યો છે. રાહુલ સિવાય મયંક અગ્રવાલ અને શુભમન ગિલ જેવા યુવા બેટ્સમેનોએ ધમાકેદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. શૉએ ભારત માટે 5 ટેસ્ટ મેચમાં 339 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે.

3. શિખર ધવન

શિખર ધવનનું બેટ લાંબા સમયથી શાંત છે, તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. ધવને તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018માં રમી હતી. ત્યારથી તે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. તેની ગેરહાજરીમાં કેએલ રાહુલે શાનદાર ઇનિંગ્સ રમીને ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. તે પહેલાથી જ T20 ક્રિકેટ અને ODI ક્રિકેટમાંથી બહાર ચાલી રહ્યો છે. ધવનને ઈંગ્લેન્ડ પ્રવાસમાં પસંદ કરવામાં આવ્યો ન હતો અને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પણ તેને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. પસંદગીકારોએ ધવનને ઘણી તક આપી નથી. હવે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પસંદગીકારોએ ધવન કરતાં કેએલ રાહુલને પ્રાધાન્ય આપ્યું છે. આવી સ્થિતિમાં તેના કરિયર પર પાવર બ્રેક જોવા મળી રહી છે.