‘રામાયણ’ના’ આ પ્રખ્યાત કિરદાર નિભાવનાર વ્યક્તિનું થયું નિધન, અભિનેતાએ 98 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ….

રામાનંદ સાગરની ફિલ્મ ‘રામાયણ’માં સુમંતનું પ્રખ્યાત પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા ચંદ્રશેખર વૈદ્યનું નિધન થયું છે. તેઓને વય સંબંધિત સમસ્યાઓના કારણે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે તેમનું અવસાન થયું હતું. ચંદ્રશેખર વૈદ્ય 98 વર્ષના હતા. તેમના પુત્ર પ્રોફેસર અશોકચંદ્ર શેખરે ઇન્ટરવ્યુ દરમિયાન આ દુ:ખદ સમાચાર વિશે માહિતી આપી હતી. અભિનેતાના અંતિમ સંસ્કાર આજે બપોરે 3 વાગ્યે વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

ચંદ્રશેખર વૈદ્યનો જન્મ વર્ષ 1923 માં હૈદરાબાદમાં થયો હતો, ખૂબ જ નાની ઉંમરે તે ફિલ્મની દુનિયામાં આવ્યો હતો, જેના કારણે તેઓએ અભ્યાસ છોડી દીધો હતો. ચંદ્રશેખર વૈદ્યની અભિનય કારકિર્દી અને અંગત જીવન સંઘર્ષથી ભરેલું હતું. તેમના જીવનનો એક સમય એવો હતો જ્યારે તે ચોકીદાર તરીકે કામ કરતા હતા. તમને જણાવી દઈએ કે ભારત છોડો આંદોલનમાં પણ ચંદ્રશેખરે ભાગ લીધો હતો. આ પછી તેઓએ અભિનયમાં પોતાનું નસીબ અજમાવ્યું અને તેઓ સફળ રહ્યા હતા.

ચંદ્રશેખર વૈદ્યે 50 અને 60 ના દાયકામાં ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. તેમણે ઘણી ફિલ્મોમાં પ્રખ્યાત પાત્રો ભજવ્યાંl હતા. રામાનંદ સાગરની ‘રામાયણ’માં સુમંતનું પાત્ર ભજવીને ચંદ્રશેખર વૈદ્ય વિશ્વવ્યાપી પ્રખ્યાત થયા હતા. લોકો તેઓને વાસ્તવિક જીવનમાં પણ સુમંતના પાત્રથી ઓળખતા હતા.

તમને જણાવી દઈએ કે ચંદ્રશેખર વૈદ્યએ સીએનટીએએ એસોસિએશનની પણ રચના કરી હતી. તેમણે તેમની કારકિર્દીમાં 110 થી વધુ ફિલ્મો કરી હતી. જેમાંથી તેણે 1964 માં ફિલ્મ ‘ચા ચા ચા’ અને 1966 માં ફિલ્મ ‘સ્ટ્રીટ સિંગર’ પણ ડિરેક્ટ કરી હતી. તેમણે રામાનંદ સાગરની રામાયણમાં રાજા દશરથના મહામંત્રી સુમંતની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકાથી તેઓને ઘણી લોકપ્રિયતા મળી. ચંદ્રશેખર રામાનંદ સાગરના નજીકના મિત્ર હતા. આ સાથે તેઓ રામાયણના તે સ્ટારકાસ્ટના સૌથી જૂના કલાકાર હતા.

ચંદ્રશેખર વૈદ્યના લગ્ન 13 વર્ષની ઉંમરે થયા હતા. લાંબા સમય સુધી ભણવા માંગતા હતા, પરંતુ ફક્ત 7 ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. આ પછી ચંદ્રશેખર વૈદ્યએ અભિનયમાં પ્રવેશ કર્યો હતો.

Site Footer