46 વર્ષની ઉંમરે પણ એકદમ આકર્ષક લાગે છે રવિના ટંડન, બાંદ્રામાં છે આલિશાન મહેલ:- જોઈ લો તસવીરોમાં…

90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન આજે તેનો 46 મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ 26 ઓક્ટોબર 1974 માં મુંબઇમાં થયો હતો. તેણે મોડલિંગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારબાદ ફિલ્મોમાં પોતાનું કામ શરૂ કર્યું. તેણે સલમાન ખાન સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણે બોલિવૂડમાં મોહરા, દિલવાલે, અંદાઝ અપના અપના જેવી ઘણી હિટ ફિલ્મો આપી હતી. જોકે આજે અમે આ લેખમાં કેટલીક રસપ્રદ વાતો તેની કારકીર્દિ વિશે નહીં પરંતુ તેના બંગલા વિશે જણાવીશું…

સૌ પ્રથમ રવિના ટંડનના અંગત જીવન વિશે વાત કરીએ તો તેની સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરી કરતા ઓછી નથી. તેનું નામ અજય દેવગનથી માંડીને અક્ષય કુમાર સુધીના ઘણા કલાકારો સાથે સંકળાયેલું છે. જોકે રવિનાએ વર્ષ 2004 માં મુંબઈ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થદાની સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે રવિનાએ બે દીકરીઓ દત્તક લીધી છે, જેમના નામ છાયા અને પૂજા છે.

રવિના તેના બંને બાળકો અને પતિ સાથે મુંબઈના બાંદ્રામાં એક આલીશાન ત્રણ માળની બિલ્ડિંગમાં રહે છે. આ બિલ્ડિંગનું નામ નીલ્યા છે, જે દરિયાની ખૂબ નજીક છે અને એકદમ સુંદર છે. જ્યારે પણ બોલિવૂડ સ્ટાર્સના સુંદર ઘરોની વાત આવે છે ત્યારે આ ઘરનું સ્થાન આગવું હોય છે. રવિનાએ આ ઘર ખૂબ જ સરસ રીતે શણગારેલું છે. તે અન્ય ઘરોથી સંપૂર્ણપણે જુદું લાગે છે કારણ કે તે કાળા પત્થરો અને ઝાડથી ભરેલું છે.

રવીનાના જ્યાં રહે છે તે ખંડ વિશે વાત કરીએ તો અહીં કુદરતી હવા અને કુદરતી પ્રકાશનો સ્રોત છે, જે આ ઘરને સંપૂર્ણ બનાવે છે. રવિનાએ તેના સ્વપ્નના ઘર માટે સખત મહેનત કરી છે અને મોટાભાગની વસ્તુઓ પોતાના માટે ખરીદી છે. આખા ઘરની અંદર લાકડાના ફ્લોરિંગ છે, જે રવીનાના ઘરને સરસ લુક આપે છે.

અભિનેત્રીએ તેના ઘરની એક દિવાલને ખાસ રીતે શણગારેલી છે અને ઘરની દરેક સજાવટ જાતે ખરીદી છે. એવું કહેવામાં આવે છે કે રવિના જ્યારે પણ ક્યાંક બહાર જાય છે, ત્યારે તે પોતાના માટે કોઈ ચીજવસ્તુઓ લાવે કે ના લાગે પરંતુ તે ચોક્કસપણે તેના ઘરની સજાવટ માટે વસ્તુઓ લઈને આવે છે.

રવીના ટંડનની ઘરની રાચરચીલું અને પડદાના રંગનું મિશ્રણ પણ ખૂબ જ સુંદર અને જબરદસ્ત છે. રવિના ટંડન અને અનિલ થદાનીએ નેચર પર જઈને તેમના આખા ઘરની ડિઝાઇન કરી છે. એવું કહેવામાં આવે છે કે આ કપલને પ્રકૃતિ ખૂબ ગમતી હોય છે, તેથી તેમના ઘરે ઘણા બધાં ઝાડ છે. રવીનાના ઘરે તેના કલાકારની વિચારસરણી અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાય છે.

જણાવી દઈએ કે આ બંગલામાં એક મંદિર પણ છે, જેમાં રવિના તેના પરિવાર સાથે બેસીને પૂજા કરે છે. એવું કહેવામાં આવે છે કે બંગલામાં મંદિર રવિનાનું સૌથી વિશેષ સ્થળ છે અને આ મંદિર વાસ્તુ પ્રમાણે તૈયાર કરાયું છે. આ ઉપરાંત, સૂર્યપ્રકાશ સીધો મંદિરની અંદર પણ પ્રવેશે છે.

રવીનાના ઘરના પ્રવેશદ્વાર પણ ખૂબ સુંદર છે. મુખ્ય દરવાજા પાસે રાખેલી ગણેશની મૂર્તિ તમામનું ધ્યાન આકર્ષિત કરે છે.

તેના ઘર વિશે, રવિના ટંડને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારે મારા બંગલામાં ફ્યુઝન જોઈએ છે, કારણ કે મને કેરળમાં બનાવેલા ઘરો ગમે છે અને હું તેને જોઈને મારા ઘરની ડિઝાઈન તૈયાર કરવા માંગુ છું.

Site Footer