હવે આ અભિનેત્રી વિરુદ્ધ કેસ કરી શકે છે રિયા ચરવર્તી, લગાવી શકે છે માનહાનિનો દાવો…

દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુમાં જે ડ્રગ એંગલ સામે આવ્યું હતું તેણે રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધારી દીધી હતી. રિયા લગભગ એક મહિના સુધી જેલમાં હતી. જોકે હાલમાં મુંબઈ હાઈકોર્ટે રિયાને શરતી જામીન આપી દીધા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ રિયા ચક્રવર્તીએ તેના પાડોશી ડિમ્પલ સામે ગુનાહિત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો સૂત્રોનું માનવું હોય તો, રિયા ચક્રવર્તી ટૂંક સમયમાં અંકિતા લોખંડે સામે ફરિયાદ નોંધાવી શકે છે.

હકીકતમાં જામીન મળ્યા પછી રિયા ચક્રવર્તી તેના પર ખોટા આરોપો લગાવનારા, તેમના માટે અપમાનજનક ભાષાના ઉપયોગ અને તેમની વિરુદ્ધ ખોટા નિવેદનો આપનારા બધા સામે કાર્યવાહી કરવાના મૂડમાં છે. રિયાએ તેના પાડોશી ડિમ્પલ થાવાની સામે સીબીઆઈને પત્ર લખી ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે. ખરેખર ડિમ્પલે ન્યૂઝ ચેનલ પર આ નિવેદન આપ્યું હતું કે તેણે 13 જૂનના રોજ બપોરે રિયાના બિલ્ડિંગની નીચે સુશાંતને જોયો હતો.

સીબીઆઈ દ્વારા પૂછપરછ દરમિયાન ડિમ્પલ તેના નિવેદનથી પલટાઇ ગઈ હતી. સીબીઆઈએ ડિમ્પલને ચેતવણી આપીને છોડી દીધી હતી પરંતુ રિયાએ ડિમ્પલ પર કેસ ખોટી રીતે ચલાવવાનો આરોપ લગાવતા કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ યાદીમાં અંકિતા લોખંડેનું નામ પણ બહાર આવી રહ્યું છે જો સૂત્રોની વાત માનીએ તો અંકિતાએ ન્યૂઝ ચેનલ પર આપેલા ઇન્ટરવ્યુમાં પણ રિયાનો ઉલ્લેખ કર્યો હતો.

આટલું જ નહીં સોશ્યલ મીડિયા પર પણ અંકિતા રિયા દ્વારા કરવામાં આવેલા દાવાઓને ખોટી ગણાવી રહી હતી. આવી સ્થિતિમાં રિયા અંકિતા સામે પણ કાર્યવાહી કરી શકે છે. જો સૂત્રોનું માનવું હોય તો રિયા અંકિતા સામે માનહાનિનો દાવો કરી શકે છે.

રિયાના વકીલ સતીષ માનશીંદે પણ તાજેતરમાં નિવેદન આપીને એક ઈશારો આપ્યો હતો. માનશીંદે કહ્યું હતું કે રિયા તેના પાડોશી વિરુદ્ધ કાર્યવાહી કરી ચૂકી છે. જેની હમણાં જ એક ફરિયાદ નોધવામાં આવી છે. રિયા દ્વારા ટૂંક સમયમાં જ સીબીઆઈની ટીમને સૂચિ સોંપવામાં આવશે. આ યાદીમાં એવા લોકોના નામ છે જેમણે રિયાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમાં કેટલીક ચેનલો પણ શામેલ છે.

Site Footer