દોસ્તો અમિતાભ બચ્ચન, સલમાન ખાનથી લઈને ઐશ્વર્યા રાય સુધી, બોલિવૂડના ઘણા એવા સુપરસ્ટાર છે, જેમણે આજે ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામ કમાઈ લીધું છે પરંતુ આજે અમે તમને બોલિવૂડના તે દિગ્ગજ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમના કરિયરની પહેલી ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી અને આજે મોટાભાગના દિગ્દર્શકો તેમની સાથે કામ કરવા ઈચ્છે છે.
સૌથી પહેલા બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની વાત કરીએ. વર્ષ 1969માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી અમિતાભ બચ્ચને ઈન્ડસ્ટ્રીમાં પહેલું પગલું ભર્યું હતું. અમિતાભની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનનો ભલે આજે ઈન્ડસ્ટ્રીમાં સિક્કો ચાલે છે પરંતુ એક સમય એવો હતો જ્યારે સલમાન ખાનની પહેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારે ફિલ્મ સૌગંધથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી.
વિશ્વ સુંદરતાનો ખિતાબ જીતી ચૂકેલી ઐશ્વર્યા રાય બચ્ચને ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જે કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી.
બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની પહેલી ફિલ્મ સાંવરિયા પણ ફ્લોપ રહી હતી. આ ફિલ્મમાં રણબીર સાથે સોનમ કપૂરે પણ ડેબ્યુ કર્યું હતું.
બોલિવૂડની બેબો કરીના કપૂર ખાને અભિનેત્રી તરીકે રેફ્યુજી ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ પણ ફ્લોપ ગઈ હતી.