શેન વોર્ન 20 લક્ઝરી વાહનો ના માલિક હતા, 381 કરોડ  ની સંપત્તિ, નિવૃત્તિ પછી પણ કમાયા કરોડો

ક્રિકેટ પ્રેમીઓ ને ગમગીન કરી ને ‘સ્પિન ના જાદુગર’ તરીકે ઓળખાતા ઓસ્ટ્રેલિયા ના પૂર્વ બોલર શેન વોર્ને દુનિયા છોડી દીધી. શેન વોર્ન નું શુક્રવારે સાંજે થાઈલેન્ડ ના એક વિલા માં હાર્ટ એટેક ના કારણે નિધન થયું હતું. વોર્ન ના મૃત્યુ ના સમાચાર સામે આવતા જ ક્રિકેટ જગત માં શોક નું મોજુ ફરી વળ્યું હતું.

shane warne

શેન વોર્ન ના મૃત્યુ ની પુષ્ટિ તેના મેનેજર જેમ્સ એર્સ્કી ને કરી હતી. તે જ સમયે, થાઇલેન્ડ પોલીસે પણ આ સંદર્ભ માં માહિતી આપી હતી. વોર્ન ઇંગ્લિશ ક્રિકેટ સમર સીઝન માં કોમેન્ટ્રી માટે જવાનો હતો અને તે અગાઉ થાઇલેન્ડ માં રજાઓ માણી રહ્યો હતો, જોકે શેન નું 52 વર્ષ ની વયે 4 માર્ચે હાર્ટ એટેક થી અવસાન થયું હતું.

બોલિંગ માં બાદશાહ ગણાતા શેન વોર્ન ને દુનિયાભર ના ક્રિકેટપ્રેમીઓ એ પસંદ કર્યો હતો. શેન ના ​​ચાહકો દરેક જગ્યા એ ફેલાયેલા છે. તમને જણાવી દઈએ કે શેન વોર્ને ક્રિકેટ માંથી ઘણી ખ્યાતિ કમાવવા ની સાથે જ અપાર સંપત્તિ પણ કમાઈ હતી. તે અબજો રૂપિયા ની સંપત્તિ ના માલિક હતા. વર્ષો પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડ્યા પછી પણ શેન ખૂબ જ લોકપ્રિય હતો અને તેની બ્રાન્ડ વેલ્યુ પર પણ કોઈ અસર થઈ ન હતી.

shane warne

શેન વોર્ન ની ગણતરી વિશ્વ ના સૌથી લોકપ્રિય ક્રિકેટરો ની સાથે સાથે વિશ્વ ના સૌથી અમીર ક્રિકેટરો માં પણ થતી હતી. પ્રાપ્ત મીડિયા અહેવાલો અનુસાર, શેન વોર્ન ની કુલ સંપત્તિ લગભગ $50 મિલિયન હતી. ભારતીય ચલણ માં તેઓ 381.86 કરોડ રૂપિયા ની સંપત્તિ ના માલિક હતા.

વોર્ને ક્રિકેટ રમવા ઉપરાંત કોમેન્ટ્રી અને જાહેરાતો સિવાય અન્ય સ્ત્રોતો માંથી પણ આ સંપત્તિ મેળવી હતી. નિવૃત્તિ લીધા પછી પણ વોર્ન ક્રિકેટ ની દુનિયા માં ઘણો સક્રિય હતો. આ પછી તે ઘણી સેલિબ્રિટી ક્રિકેટ મેચો માં પણ દર્શકો સમક્ષ જોવા મળ્યો હતો.

વોર્ન પાસે 20 લક્ઝરી વાહનો હતા…

shane warne

વોર્ન ને કાર નો પણ ઘણો શોખ હતો. એકવાર તેણે કહ્યું કે તેની પાસે 20 કાર છે જેમાં બે સીટર એફ ટાઇપ જગુઆર કાર છે.

વોર્ન ના કાર સંગ્રહ માં બેન્ટલી કોન્ટિનેંટલ સુપરસ્પોર્ટ્સ, બુગાટી વેરોન, બે મર્સિડીઝ, બે BMW અને હોલ્ડન વીકે કોમોડોર જેવા કિંમતી અને સુંદર વાહનો નો સમાવેશ થાય છે.

shane warne

શેન વોર્ન ના મોટા રેકોર્ડ…

શેન નો જન્મ વર્ષ 1969 માં ઓસ્ટ્રેલિયા માં 13 સપ્ટેમ્બરે થયો હતો. તેણે 15 વર્ષ સુધી પોતાના દેશ માટે ક્રિકેટ રમી. શેને વર્ષ 1992 માં ભારત સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ હતી.

shane warne

શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટ માં વિશ્વ નો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. શેને કુલ 145 ટેસ્ટ મેચ રમી અને આ દરમિયાન તેણે કુલ 701 વિકેટ ઝડપી.

 shane warne

તે જ સમયે, વોર્ને 194 વનડે માં 293 વિકેટ લીધી હતી. વોર્ન ના નામે 339 આંતરરાષ્ટ્રીય મેચો માં કુલ 1001 વિકેટ છે.

વોર્ન ની નાખેલી બોલ બની બોલ ઓફ ધ સેન્ચ્યુરી‘…

shane warne

વોર્ન દ્વારા ફેંકાયેલો બોલ ‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’ બન્યો હતો. તેના આ બોલે તેને એક ખાસ અને મોટી ઓળખ આપી. આજ સુધી અન્ય કોઈ બોલર તેમના જેવી બોલિંગ કરી શક્યો નથી. 1993 ની વાત છે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી હતી.

ઈંગ્લેન્ડ નો માઈક ગેટિંગ બેટિંગ કરી રહ્યો હતો. વોર્ને બોલ ફેંક્યો અને બોલ એટલો ટર્ન થઈ ગયો કે ગેટિંગ ને કંઈ સમજાયું નહીં અને વોર્ને તેના સ્ટેમ્પ ઉડાવી દીધા. આ બોલ ને 20મી સદી નો સર્વશ્રેષ્ઠ બોલ કહેવા માં આવ્યો હતો.