શિલ્પા શેટ્ટીથી લઈને ઋત્વિક રોશન સુધી, આટલી મોટી ફી ચાર્જ કરે છે રિયાલિટી શોમાં જજ બનવા માટે…

બોલિવૂડ સ્ટાર્સ માત્ર ફિલ્મોથી જ પણ જાહેરાતો અને કોઈપણ રિયાલિટી શોના જજ બનીને પણ પૈસા પણ કમાય છે. અમિતાભ બચ્ચન સિવાય બીજા ઘણા ફિલ્મ સ્ટાર્સ રિયાલિટી ટીવી શૉમાં દેખાયા છે. શું તમે જાણો છો કે આ શોમાં જજ બનવા માટે આ સ્ટાર્સ કેટલો ચાર્જ કરે છે? ના તો તમને આ લેખમાં તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

રિતિક રોશન

ગ્રીક ગોડ રીતિક રોશન ડાન્સ રિયાલિટી શો ‘જસ્ટ ડાન્સ’ ના જજ રહ્યા છે. સમાચારો અનુસાર, રિતિક રોશનને આ શોની એક સીઝનમાં જજ બનવા માટે 12 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

કરણ જોહર-

બોલિવૂડના જાણીતા ડાયરેકટર કરણ જોહરે ઘણા શો હોસ્ટ કર્યા છે. જેમાં ‘ઝલક દિખલા જા’, ‘કોફી વિથ કરણ’ અને ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ જેવા નામ શામેલ છે. સમાચારો અનુસાર કરણ પ્રત્યેક સીઝનમાં 10 કરોડ લે છે.

શિલ્પા શેટ્ટી-

ભલે શિલ્પા શેટ્ટીને મોટી સ્ક્રીન પર જોઈતી સફળતા ન મળી હોય, પણ શિલ્પા નાના પડદે સુપરહિટ છે. તે ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’, ‘સુપર ડાન્સર’ જેવા રિયાલિટી શોની જજ બની છે. આ માટે તે 10 થી 14 કરોડ ફી લે છે.

જેક્લીન-

શ્રીલંકન બ્યુટી જેકલીન પણ ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાની એક સીઝન પર જજ બની હતી. જેકલીનને તે શોના દરેક એપિસોડ માટે 1 કરોડ રૂપિયા ફી આપવામાં આવતી હતી.

શાહિદ કપૂર-

આ સૂચિમાં આ શાહિદ કપૂરની ફી જાણીને ચોંકી જશો. શાહિદ ‘ઝલક દિખલા જા’ની 8 મી સીઝનમાં જજ બન્યો હતો. તે સમયે તેમને એક એપિસોડ માટે 1.75 કરોડ રૂપિયા ફી મળતી હતી.

Site Footer