જ્યારે બહેનો ઇશા-અહનાના લગ્નમાં હાજર નહોતા રહ્યા સની અને બોબી દેઓલ, ત્યારે આ અભિનેતાએ નિભાવી હતી ભાઈની ફરજ…

ધર્મેન્દ્ર અને હેમા માલિની બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. હેમા-ધર્મેન્દ્રની લવ સ્ટોરી આજે પણ દરેક માટે એક ઉદાહરણ છે. હેમા અને ધર્મેન્દ્ર માત્ર એક પરફેક્ટ દંપતી જ નહીં પણ તેમના બાળકો માટે પણ એટલા જ યોગ્ય છે. હેમા અને ધર્મેન્દ્રને બે પુત્રી છે. જેમના નામ અનુક્રમે ઈશા દેઓલ અને અહના દેઓલ છે. જોકે આ બહેનોના સાવકી માતાથી બે ભાઈઓ છે. જ્યારે અહના અને ઇશાના તેમના ભાઈઓ સન્ની અને બોબી દેઓલ સાથે સારા સંબંધ છે પંરતુ શું તમે જાણો છો કે સની અને બોબી આ બહેનોના લગ્નમાં આવ્યા નહોતા. હા, એક ભાઈ તરીકેની ફરજ પણ બીજા કોઈ વ્યક્તિએ નિભાવી હતી. હવે તમે વિચારતા હશો કે આખો મામલો શું છે? તો આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ખરેખર હેમા માલિનીએ તેની પુસ્તક હેમા માલિની: બિયોન્ડ ડ્રીમ ગર્લમાં આનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તકમાં હેમા માલિનીએ ધર્મેન્દ્ર અને તેના બાળકો સાથેના સંબંધો વિશે વાત કરી છે. આ જ પુસ્તકમાં, તેમણે એ વાતનો ખુલાસો કર્યો હતો કે જ્યારે તેની બંને પુત્રીઓના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે તેમના ભાઈ તરીકેની ફરજ બીજા કોઈ વ્યક્તિએ નિભાવી હતી.

હાલમાં હેમાની પુત્રી આહના અને ઇશાના લગ્ન થઈ ગયા છે અને બંને તેમના જીવનમાં ખૂબ ખુશ છે પરંતુ સની અને બોબી તેમની બહેનોના લગ્નમાં પહોંચ્યા નહોતા. તેનું કારણ એવું હતું કે તેઓ શૂટિંગના કારણે બહાર હતા.

હવે જ્યારે સની અને બોબી લગ્નમાં ભાગ લઈ શક્યા ન હતા, ત્યારે આહના અને ઇશાના લગ્નમાં ભાઈની ભૂમિકા ધર્મેન્દ્રના ભત્રીજા અભય દેઓલ સિવાય અન્ય કોઈએ ભજવી ન હતી. અભય એકમાત્ર એવી વ્યક્તિ હતો કે જેણે તેની બહેનોના લગ્નમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શરૂઆતના દિવસોથી જ અભયની ઇશા અને આહના સાથે સારી બોન્ડિંગ છે.

જોકે, તેમાં કોઈ શંકા નથી કે ઇશા અને સની વચ્ચેના સંબંધો ઘણા સારા રહ્યા છે. તે સની દેઓલ જ હતો જેણે તેની સાવકી બહેન ઇશાને પહેલીવાર તેના ઘરે લાવ્યો હતો. બાળપણમાં, આ ભાઈ-બહેનોએ સાથે મળીને ઘણો સમય પસાર કર્યો હતો, પરંતુ બહેનોના લગ્નજીવનમાં ભાઈઓનો અભાવ જોવા મળ્યો હતો.

એવું કહેવામાં આવે છે કે સની અને બોબી તેમની સાવકી બહેનો ઇશા અને આહનાને ખૂબ ચાહે છે અને તે તેમને લઈને ખૂબ જ રક્ષણાત્મક રહ્યા છે પરંતુ જ્યારે સની દેઓલ અને બોબી દેઓલ બંને ઇશા અને અહનાના લગ્નમાં સામેલ ન થયા, ત્યારે લોકોએ કંઈક બીજું અનુમાન કરવાનું શરૂ કર્યું હતું.

પરંતુ એવું કહેવામાં આવે છે કે સની અને બોબી આ મુદ્દે વધુ વાત કરવા માંગતા ન હતા અને તેઓએ બંને સાવકી બહેનોના લગ્નથી દૂર રહેવું યોગ્ય માન્યું હતું.

જો કે, લોકો તેમના સંબંધો વિશે જુદી જુદી રીતે વાત કરે છે કારણ કે તેઓ ભાગ્યે જ સાથે જોવા મળે છે. પરંતુ અહેવાલો અનુસાર, દર વર્ષે ઈશા અને અહના સની અને બોબીને રાખડી બાંધે છે. જો કે, તેઓએ તેની ફોટો ક્યારેય શેર કરી નથી.

Site Footer