પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પાસે બોલ્યો હતો સુશાંતસિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી કરી રહી છે પરેશાન

સુશાંત સિંહના મોત મામલે બિહાર પોલીસે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે વાત કરી છે. હાલમાં જ ખબર આવી રહી છે કે, અંકિતાએ પોલીસને કહ્યું કે રિયા ચક્રવર્તી સુશાંતને કેવી રીતે પરેશાન કરતી હતી. સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ બિહાર પોલીસને કહ્યું હતું કે, ફિલ્મ ‘મણિકર્ણિકા’ના પ્રમોશન દરમિયાન સુશાંતસિંહે તેને વિશ કરવા માટે મેસેજ કર્યો હતો. આ બંને વચ્ચે ઘણી વાત થઇ હતી.

અંકિતાના જણાવ્યા અનુસાર, ઘણી ભાવુક થઈને સુશાંત સિંહએ ભાવુક થઈને જણાવ્યું હતું કે તે રિલેશનશીપથી ઘણો પરેશાન થઇ ચુક્યો છે. તે આ રિલેશનશિપને ખતમ કરવા માંગે છે. આ પાછળનું કારણ એ છે કે, રિયા તેને બહુ જ હેરાન કર છે. અંકિતાએ આ ચેટને બિહાર પોલીસ સાથે શેર કરી છે.

આ સિવાય અંકિતાએ બિહાર પોલીસ સાથે તેની અને સુશાંત વચ્ચે થયેલી ઘણી ચેટ શેર કરી છે. અંકિતાની આ ચેટને નવા આધાર તરીકે લેતાં બિહાર પોલીસ હવે તેની તપાસ આગળ ધપાવી રહી છે.

જણાવી દઈએ કે, સુશાંતસિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસસિંહે આ કેસમાં ઘણા આરોપો લગાવ્યા હતા, રિયા ચક્રવર્તી પર ઘણા આરોપો લગાવ્યા હતા.

સુશાંતસિંહ રાજપૂતના પિતાએ પટણા પોલીસમાં નોંધાવેલી એફઆઈઆરમાં રિયા ચક્રવર્તી સામે 16 ખૂબ ગંભીર આરોપો દાખલ કર્યા છે.

Site Footer