બોલીવુડ ફિલ્મોમાં ખૂબ નામ કમાવ્યુ આ વિદેશી વિલનોએ, એકને તો જોવા માટે દર્શકો રાહ જોતા હતા..

સામાન્ય રીતે કોઈપણ ફિલ્મ અભિનેતા અને વિલન વગર પૂર્ણ થઈ શકતી નથી. બોલિવૂડમાં એવા ઘણા વિલન આવ્યા છે, જેમણે પોતાના શ્રેષ્ઠ અભિનયથી દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. જેમાં અમજદ ખાન, અમરીશ પુરી, ગુલશન ગ્રોવર, કુલભૂષણ, કાદર ખાન, શક્તિ કપૂર, પ્રેમ ચોપડા જેવા સિતારાઓ ના નામ શામેલ છે, જેમણે ફિલ્મોમાં સૌથી વધુ ભયંકર વિલનની ભૂમિકા ભજવી હતી. જો કે બોલિવૂડમાં આ દેશી ખલનાયકો જ નહીં પરંતુ કેટલાક વિદેશી ખલનાયકોએ પણ ભારે હેડલાઇન્સ બનાવી હતી. તો ચાલો આપણે એવા વિદેશી ખલનાયકો વિશે જાણીએ, જેઓએ બોલીવુડમાં જગતમાં વિલનનું પાત્ર ભજવીને વિશેષ ઓળખ બનાવી છે.

બોબ ક્રિસ્ટો

બોલીવુડના વિદેશી વિલનની યાદીમાં બોબ ક્રિસ્ટોનું નામ પહેલા આવે છે. આજના પ્રેક્ષકો કદાચ બોબ ક્રિસ્ટોને ઓળખતા નહીં હોય પરંતુ 80 અને 90 ના દાયકાની ફિલ્મોમાં બોબ ક્રિસ્ટો એક જાણતો ચહેરો હતો. એક સામયિકમાં આપેલા અહેવાલ મુજબ બોબ ક્રિસ્ટો સિવિલ એન્જિનિયરની નોકરી છોડીને પરવીન બાબીની પાછળ પાગલ થઈને મુંબઇ આવી ગયો હતો અને પછી તેણે બોલીવુડમાં સ્થાન બનાવીને દર્શકોના દિલ પર રાજ કર્યું હતું.

ગેવિન પેકાર્ડ

90 ના દાયકામાં હેન્ડસમ બોડી બિલ્ડર વિલનની યાદીમાં ગેવિન પેકાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગેવિને 90 ના દાયકાની ઘણી ફિલ્મોમાં વિલનની નાની અને મોટી ભૂમિકાઓ ભજવી હતી. તેણે ‘સડક’, ‘કરણ અર્જુન’ અને ‘મોહરા’ જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. તેણે સંજય દત્ત, સુનીલ શેટ્ટી, સલમાન ખાન જેવા કલાકારોના બોડી બિલ્ડિંગની સલાહ આપી હતી.

પોલ બ્લેકથોર્ન

અંગ્રેજી અભિનેતા પોલ બ્લેકથોર્નને હિન્દી પ્રેક્ષકો દ્વારા કેપ્ટન એન્ડ્ર્યુ રસેલ તરીકે ઓળખવામાં આવે છે. પોલ બ્લેકથોર્ને આમિર ખાનની સુપરહિટ ફિલ્મ લગાનમાં અંગ્રેજી અધિકારી એન્ડ્ર્યુ રસેલની ભૂમિકા નિભાવી હતી.

લોયડ ઓવેનો

2018 માં રજૂ થયેલ આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાન એ વર્ષની સૌથી ખરાબ ફિલ્મ સાબિત થઈ હતી. આવી ફિલ્મ બનાવવા માટે ખુદ આમિર ખાને આગળ આવીને માફી માંગવી પડી હતી. જો કે, આ ફિલ્મમાં દર્શકોને સૌથી વધુ પ્રભાવિત કરનાર વિદેશી અભિનેતા લોઈડ ઓવેનાવ હતા. તે ફિલ્મમાં તે જોન ક્લાઇવ તરીકે જોવા મળ્યો હતો, જે નિર્દય ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી છે.

સજ્જાદ ડેડલાફુઝ

સજ્જાદ ડેડલાફુઝએ તેની એક જ ફિલ્મથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. હિન્દી ફિલ્મોના પ્રેક્ષકોએ તેમને અબુ ઉસ્માન તરીકે ઓળખવા લાગ્યા હતા. સજ્જાદ ઈરાની મૂળના છે, જેમણે સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ઝિંદા હૈમાં આતંકવાદી અબુ ઇસ્માનની ભૂમિકા ભજવી હતી.

Site Footer