જ્યારે અમિતાભ બચ્ચને આ ટીવી અભિનેત્રી ને પોતાનો પરિચય કરાવ્યો ત્યારે બિગ બી ને જોરદાર જવાબ મળ્યો

દિગ્ગજ કલાકારો અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી તેમની આગામી ફિલ્મ ‘ચેહરે’ માટે આજકાલ હેડલાઇન્સ બનાવી રહ્યા છે. ખૂબ જલ્દી થી આ ફિલ્મ થિયેટરો માં રીલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ ની સાથે ટીવી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝા તેની હિન્દી ફિલ્મ કારકીર્દિ શરૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ તેના માટે ખૂબ જ ખાસ બની રહેલી છે. કારણ કે ક્રિસ્ટલ ને પહેલી જ ફિલ્મ માં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવા ની ખાસ તક મળી છે.

ક્રિસ્ટલ તેની પહેલી બોલિવૂડ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત લાગી રહી છે. તાજેતર માં આ અભિનેત્રી એ આ ફિલ્મમાં કામ કરતી વખતે પોતાનો ખાસ અનુભવ શેર કર્યો છે. જ્યારે તેમણે અમિતાભ બચ્ચન વિશે પણ પોતાની વાત રાખી છે. ક્રિસ્ટલે તાજેતર ના એક ઇન્ટરવ્યુ માં અમિતાભ બચ્ચન ને ફિલ્મ ના સેટ પર મળવા નું યાદ કરીને કહ્યું હતું કે કેવી રીતે તેની માતા ની આંખો માં આંસુ હતા.

સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે ની તેની પહેલી મુલાકાત વિશે વાત કરતાં ક્રિસ્ટલ ડિસોઝા એ કહ્યું હતું કે, ‘હું તે દિવસ ને ક્યારેય ભૂલી શકતી નથી. જાણે તે ગઈકાલે જ હોય. હું તેમની પાસે ગઇ અને મારા વિશે કહ્યું. આ પછી,એમણે પોતાનો પરિચય આપ્યો, તેથી મેં કહ્યું કે ચોક્કસ, હું તમને જાણું છું.

બિગ બી એ હાર્દિક સ્વાગત કર્યું ..

ક્રિસ્ટલે કહ્યું કે, અમિતાભ બચ્ચને સેટ પર તેમની સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો અને તેમનું ઉમળકાભેર સ્વાગત કરવા માં આવ્યું. ટીવી અભિનેત્રી એ જણાવ્યું હતું કે, ‘અમિતાભ બચ્ચન એ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને તે જ સમયે તે ખૂબ ખુશ પણ હતા. અમે થોડીક લાઈનો રિહર્સલ કરી અને પછી સીધા શોટ માટે તૈયાર થઈ ગયા. આ સમય દરમિયાન મારી માતા જે સાઈડ માં ઉભા હતા એમની આંખો ભીની હતી.

આ કલાકારો પણ જોવા મળશે ..

મહત્ત્વ ની વાત એ છે કે ‘ચેહરે’ મલ્ટિસ્ટારર ફિલ્મ હશે. અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી અને ક્રિસ્ટલ ડિસુઝા ની સાથે અમે આ ફિલ્મમાં અન્નુ કપૂર, રઘુવીર યાદવ અને રિયા ચક્રવર્તી જેવા કલાકારો પણ મહત્વ ની ભૂમિકા માં જોવા મળશે. ફિલ્મ ના પોસ્ટરો અને ટ્રેલરો એ પેહલા જ ધૂમ મચાવી દીધી છે, જ્યારે હવે ચાહકો આ ફિલ્મ ની રજૂઆત ની આતુરતા થી રાહ જોઇ રહ્યા છે.

આ ફિલ્મ 30 એપ્રિલ ના રોજ રીલીઝ થશે …

તમને જણાવી દઈએ કે, ભૂતકાળ માં રિલીઝ થયેલી ફિલ્મ ના ટ્રેલર ને દર્શકો નો સારો પ્રતિસાદ મળ્યો છે. નિર્માતા આનંદ પંડિત અને નિર્દેશક રૂમી જાફરી ની ફિલ્મ 30 એપ્રિલ, 2021 ના ​​રોજ થિયેટરો માં આવશે.

Site Footer